કૃષિ મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્રારા તા. ૨૧/૨/ર૦ર૫ ના રોજ ૧૪.૩૦ કલાકે ''ઇફેકટીવ ટાઈમ મેનેજમેન્ટ'' વિષય પર એક વ્યાખ્યાન યોજાયેલ.
કૃષિ મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્રારા તા. ૨૧/૨/ર૦ર૫ ના રોજ ૧૪.૩૦ કલાકે ''ઇફેકટીવ ટાઈમ મેનેજમેન્ટ'' વિષય પર એક વ્યાખ્યાન યોજાયેલ. આ કાર્યક્રમમાં બી.એસ.સી. (એગ્રી.) માં અભ્યાસ કરતા ૧૨૨ જેટલા વિદ્યાર્થીઓે હાજર રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં ડો. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી કૃષિ મહાવિધાલય, જુનાગઢ દ્રારા હાજર રહેલ દરેકનું સ્વાગત કરેલ.આ કાર્યક્રમમાં ડો વી.પી. રામાણી, નિવૃત આચાર્યશ્રી, આણંદ કૃષિ યુનિવર્સીટી, વસો દવારા ''ઇફેકટીવ ટાઈમ મેનેજમેન્ટ'' વિષે વિસ્તૃત વ્યાખ્યાન આપેલ. તેમાં તેમણે જણાવેલ કે વિદ્યાર્થીઓતેમના અભ્યાસકાળ દરમ્યાન કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને જુદી જુદી પરીક્ષાઓ તેમજ જીવનના અન્ય પડાવોમાં સફળતા મેળવી શકે છે, તે વિશે જુદા જુદા વિસ્તૃત દૃષ્ટાત આપી વિદ્યાર્થીઓને માહીતગાર કરેલ હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. આર. બી. માદરીયા, સંશોધન નિયામકશ્રી અને પી.જી. ડીનશ્રી હાજર રહી વિદ્યાર્થીઓને જણાવેલ કે આજના સમયમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકશ્રીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ સ્કીલની ખુબજ જરુરીયાત રહેલ છે. ડો. વી. ડી. તારપરા,સહ સંશોધન નિયામકશ્રી પણ હાજર રહી તેમને પણ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં ડો. એચ. એમ. સાપોવડીયા, મદદનીશ પ્રાધ્યાપક અને શ્રી એ.એસ. ઠકકર, મદદનીશ વહીવટી અધિકારીશ્રી, કૃ.મ.વિ., જુનાગઢ તેમજ કૃષિ મહાવિદ્યાલયના જુદા જુદા વિભાગના વડાશ્રીઓ તેમજ શિક્ષકશ્રીઓ પણ હાજર રહેલ હતા.અતમાં ડો. બી. એચ. તાવેથીયા, તાંત્રિક મદદનીશ,કૃષિ મહાવિધાલય, જુ.કૃ.યુ., જુનાગઢ દ્રારા આ કાર્યક્રમમાં પધારેલ સર્વે મહેમાનશ્રીઓ તેમજ અધીકારીશ્રીઓનો આભાર વ્યકત કરેલ.